શિક્ષક એટલે
શિ એટલે શિસ્ત
ક્ષ એટલે ક્ષતિ
ક એટલે કર્મ
શિસ્ત, ક્ષતિઓ દૂર કરી સાચા કર્મ તરફ લઈ જનાર વ્યક્તિત્વ ઘડનાર એજ સાચો શિક્ષક.
શિક્ષક એ દરેકના જીવનના ઘડતરમાં અભિન્ન અંગ છે. દેશનું ભાવી શાળાના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું હોય છે અને એને કરનાર એક શિક્ષક હોય છે જો શિક્ષક જ દેશના ભાવિક ઘડવૈયા ને મજબૂત પાયાથી ઘડે, તો દેશને એક સાચો નાગરિક મળે છે શિક્ષકના વર્ગખંડમાં ઘણા બધા અલગ અલગ નાગરિકોનું ઘડતર થાય છે, કોઈ ડોક્ટર બને છે , કોઈ એન્જિનિયર બને છે , કોઈ વડાપ્રધાન બને છે , કોઈ શિક્ષક બને છે , તો કોઈ વકીલ પણ બને છે અને કોઈ મજૂર પણ બને છે કારણ કે દરેક એની મહેનત પ્રમાણે આગળ વધે છે શિક્ષકનું કર્મ ફક્ત બાળકને નાનપણથી જ નિયમિતતાના અને શિસ્ત સંયમના પાઠ શીખવવાના હોય છે અને બાળકે જાતે શીખવાનું હોય છે હંમેશા શિક્ષક બાળકને શીખવતો જ હોય છે અને તેના અંદર સંસ્કારોનું સિંચન કરતો જ રહે છે શિક્ષક દ્વારા બાળકનું ઘડતર થઈ રહ્યું હોય છે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિને સારો શિક્ષક મળે છે એના જીવનમાં પ્રગતિનું અલગ પાસુ જોવા મળે છે શિક્ષક હોવું અને શિક્ષક બની કર્મ કરવું બંને અલગ વસ્તુ છે , શિક્ષક બની ગયા પછી તેને સફળ કેવી રીતે બનવું એ પણ એક શિક્ષક તરીકે તેનામાં ગુણ હોવા જરૂરી છે શિક્ષક બાળકની અંદરની શક્તિઓને જાણીને એની શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે અને તે તમામ શક્તિ માનસિક રીતે શિક્ષક જ ઓળખી શકે છે કે બાળકને અંદર રહેલી શક્તિઓ એને કઈ ગતિ અને દિશા તરફ લઈ જઈ શકે છે સાચો શિક્ષક એ છે કે બાળકના વર્તન અને પરિવર્તનને સમજી શકે અને તેની ખામીઓને દૂર કરી શકે એને એની અંદર રહેલી વિકાસશીલ શક્તિઓને બહાર કાઢીને પ્રગતિના પંથે લઈ જાય છે એ જ સાચો શિક્ષક છે..
શિક્ષક ક્યારેય તેના કર્મથી હારતો નથી.એને બાળકની અંદર રહેલી શકિત શોધે છે.શિક્ષક હંમેશા પ્રયત્ન કરીને સારા નાગરિકોનું ઘડતર કરે છે.શિક્ષક હંમેશા શિક્ષણ આપી અને દેશના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે.