ગાંઠે જરૂર પૂરતા દાણા છે
છતાં'ય
ચકી અને ચકો મુંજાણાં છે
દેખાદેખી માં એના થી એક ,
ખોટો ચાળો થઈ ગયો છે .
પોતાની વસાહત થી દૂર ,
High-fy Society માં ,
ભુલથી માળો થઈ ગયો છે...
બંગલાઓની મોટી બારીઓ ,
ક્યારેય ખુલ્લી હોતી નથી .
વિસ્મય થી ભરેલી કોઈ આંખ ,
ચકી કે ચકાને જોતી નથી .
બન્ને જણા બહુ જ ટળવળે છે ,
હૂંફને બદલે Solar roof મળે છે...!!!
બારણાંઓ ખપ પૂરતા ખુલ્લે છે ,
પણ વાટકી વહેવાર કરતા નથી ...
જીવ્યે જાય છે પોતાની જિંદગી ,
એકબીજા પર ક્યારેય મરતા નથી..
ચકી આમ થી તેમ ઉડયા કરે છે,
બંધ બારણા સામે ઝુર્યા કરે છે ...!!
કોઈ આંગણામાં બાળક રમતું નથી ,
ચકીને અહીં બિલકુલ ગમતું નથી...
બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે ,
ચકી-ચકો આ System થી ત્રસ્ત છે ...
અંતે ચકાના હૈયાની વાત ,
આવી ગઈ ચકીના હોઠે ...!!!
હાલો ને પાછા ફરીએ આપણા નેહડે
અહીં આપણને નહિ ગોઠે...!!!
*- અજ્ઞાત*