હરિ મારે જન્મોજન્મના સાથી.
દેતા એ લાખ બૂરાઈઓ નાથી.
અંતર થયું જ્યાં મખમલી,
ભાળ હરિની ત્યાં તો મલી.
કહું દિલની દાસ્તાન આથી...હરિ..1
હોય હરિ ડગલેપગલે આગે,
સ્મૃતિઓ ભવભવની જાગે.
હું તો રહ્યો પુલકિતગાત્રે પ્રાર્થી..હરિ..2
હરડગલે હરિ નજર તમારી,
પછી શું બાબત સારી નઠારી.
હરિ હોય શ્વાસેશ્વાસે સંગાથી...હરિ..3
મળે સદાયે સથવારો તમારો,
પછી શું રહેતો વાંક અમારો.
મળી જાય મબલખ શ્રદ્ધાથી...હરિ..4
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.