શબ્દ એક શોધો તો સંહિતા નીકળે,
અહિ કુવો એક ખોદો તો સરિતા નીકળે.
અલગ જ તાસીર છે આ દેશ ની,
અહિ મહાભારત વાવો, તો ગીતા નીકળે.
કોઈ બની જાય જનક, અને હાંકે આ ધરતી મા હળ,
તો હજુ આ ધરતી માથી સીતા નિકળે.
ધબકે છે અહીં લક્ષ્મણ ની રેખા,
કે રાવણ જેવા પણ અહીં થી બીતા નીકળે.
અલગ જ તાસીર છે આ દેશ ની,
અહિ મહાભારત વાવો, તો ગીતા નીકળે.
- કવિ શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી ( કવિવર દાદબાપુ)