Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....ચાંદ

"વ્યોમ" પર અમાસે જે છૂપાયો છે ચાંદ;
"વ્યોમ" પર પૂનમે એ પૂજાયો છે ચાંદ;

હર કોઈ ઊજવે ઉત્સવ, હર્ષોલ્લાસથી!
ક્યારેક પૂરો તો ક્યારેક કપાયો છે ચાંદ;

દૂર રહી પણ થતું રહે બે દિલોનું મીલન,
એટલે જ તો "વ્યોમે" ઘડાયો છે ચાંદ;

બારણે બાંધ્યાં છે મેં તોરણ તારોડિયાના,
મારા ઘર આંગણે આજે પધાર્યો છે ચાંદ;

રાત્રે રોજ દેખું "વ્યોમ" પર ઊગતા ચાંદને,
દિવસે મારા ઘરે પુત્રી રૂપે છવાયો છે ચાંદ;

તારીફ કરે છે ચાંદ તારી આ દુનિયા સારી,
માફ કરજે તારાથી મારો સવાયો છે ચાંદ;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111892444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now