*ચા એ ભૂલાવ્યું શિરામણ*
*બીડી એ ભૂલાવ્યો હોકો,*
*ટોપી એ ભૂલાવી પાઘડી*
*છત્રી એ ટાળ્યો ધોકો !*
*મામો ગોતે ખીજડો*
*મદારી ગોતે ઘોઘો,*
*ભૂત ગોતે પીપળો*
*ચોર ગોતે મોકો !*
*સાસુ એ ભુલાવ્યા સગપણ*
*વહુ એ ભૂલાવી બા,*
*સાળા એ ભૂલાવ્યો ભાઈ*
*એટલે કહું પરણ માં !*
*ડેલીએ બેસી ચોવટ કરે*
*કરે એ પારકી પંચાત,*
*આમાં સાસુવહુને ક્યાંથી ભળે*
*ડોશીએ વાળ્યો દાટ !*
*વાહને ભાંગ્યા ટાંગા*
*ને મશીને ભાંગ્યા હાથ,*
*અડધી રાતનાં ઉજાગરા*
*ને ટીવીએ વાળ્યો દાટ !*
*રગડાએ ભૂલાવ્યો રોટલો*
*દારૂએ ભૂલાવ્યુ દૂધ,*
*વ્યસનમાં આખા ઘેરાય ગયાં*
*આમાં ક્યાંથી લાગે ભૂખ !*
*સાસુને કોઈ ગણે નહીં*
*સાસરાનું તો હાલે નહીં કાંઈ,*
*ધણી બિચારો શું કરે*
*ઓલી વહુ કયે એમ જ થાય !*
*ખાવાનું કોઈ પૂછે નહીં*
*ને પાણી કોઈ ન પાય,*
*અહીં કોઈ કોઈનું નથી*
*એ તો એંસી વર્ષે સમજાય!*
*ચપટીક મૂઠી જારની*
*એ લઈને મંદિરે જાય,*
*પછી કરતાલ પર કાઢે બળાપો*
*એમ પરભુ ક્યાંથી રીઝાય !*
*દિકરી અને ગાય*
*એ તો દોરે ત્યાં જાય,*
*પણ માથાભારે હોય તો*
*કાયમ માથું મારીને ખાય !*