....મિત્રતા સ્ત્રી પુરુષની
સ્ત્રી અને પુરુષ એકબીજાનાં મિત્ર ના હોઈ શકે?
એમનાં વચ્ચે સંબંધ દોસ્તીનો પવિત્ર ના હોઈ શકે?
બે મિત્રો કે બે સખીથી રંગો ભરાય જો જીવનનાં, તો
સ્ત્રી પુરુષની મિત્રતા વગર અધૂરું ચિત્ર ના હોઈ શકે?
કોણે કહ્યું મહેક મિત્રતાની બે દોસ્ત કે બે સખીથી ફેલાય?
સ્ત્રી પુરુષ એકમેકનાં જીવનમાં મહેકતું ઇત્ર હા હોઈ શકે!
કેમ જોવાય છે એ સંબંધને શકની નજરોથી? "વ્યોમ"
મિત્રતાનાં એ સંબંધમાં પાવન ચરિત્ર હા હોઈ શકશે!
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર