...." સંજોગવશાત્"*
સંજોગવશાત્ એ સામે આવી જાય તો સારું;
મળવા નૈ તો કોઈ કામે આવી જાય તો સારું;
આમ તો રોજ મળું છું હું એમને રાત્રે સ્વપ્નમાં,
રૂબરૂ જ ખૂદ મારા ધામે આવી જાય તો સારું;
યાદોનું તો હું શું કહું? એતો આવી જ જાય છે!
ભૂલવા પણ જામ હાથે આવી જાય તો સારું;
ફિતરતમાં તો નથી જ કોઈનું પણ દિલ તોડવું,
છતાંય એ ઇલ્જામ માથે આવી જાય તો સારું;
મૃત્યુ જ છે જ્યારે દરેકનો છેલ્લો પડાવ "વ્યોમ"
જલ્દીથી અંતિમ મુકામે આવી જાય તો સારું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર