" જિંદગીમાં "
( ગઝલ )
આટલી તો જાણકારી રાખવી.
જિંદગીમાં ચાહનારી રાખવી.
બસ, ચહેરો એમનો જોવા મળે;
ક્યાંક ઘરમાં એક બારી રાખવી.
સાવ મૂંગા થઇને શું બેસી ગયા;
પ્રેમની વાતો વિચારી રાખવી.
કે દરદ છુપાવજો સામુ મળે;
આંખની કોરી કિનારી રાખવી.
કોઇને પણ વશ કરો Bન્દાસ થઇ;
આ નજર પણ હા શિકારી રાખવી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા