Gujarati Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખેડૂત ભાઈઓ ખાસ વાંચે!
🙏
દિવેલા બિયારણ ખરીદતી વખતે આટલું ધ્યાન આપો.
👇
- ઉત્પાદક અને વિતરકનું પૂરું નામ,પૂરું સરનામું,મોબાઈલ નંબર,બિલબુક નંબર,બિલનંબર,સેલટેક્સ નંબર કે અન્ય ટેક્સ ભરતાં હોય તે નંબર,દુકાનનો લાયસન્સ રીન્યુ નંબર તારીખ વર્ષ,ખરીદ્યા તારીખ,પ્રમાણિત કર્યાં તારીખની ગ્રીન કલરની ટેગ,સફેદ કલરની ટેગ એ વિતરક કે વેચાણ કરતી કંપનીની બેગ ઉપર સિલાઈ કરી તેના ઉપર લાખ ઉપર સિક્કો મારેલો હોય.બેઉ ટેગ(બે નાના જાડા કાગળના પોસ્ટકાર્ડ સાઈઝના)માં બિયારણની જાત,ઉગાવાના ટકા,પ્રમાણિત કર્યાનું વર્ષ,પ્રમાણિત કરેલ જથ્થાની (લૉટ)વિગત ),પેકીંગ વખતનું વજન આ બધું છાપેલું હોય છે. બિલબુક છાપેલી જ આવે છે. ખાલી ગ્રાહકની વિગતના ખાના ભરવાના હોય છે.
આટલું ચેક કર્યાં પછી પાકું બિલ લેવાનું ભૂલવું નહીં.દુકાનદાર પાકું બિલ આપવાની ના પાડે કે ગલ્લા તલ્લા કરે તો પણ પાકું બિલ લેવું.એ એમ પણ કહેશે કે પાકું બિલ લેવું હોય તો વધારે રકમ થશે.જો તમેં કાયમી ગ્રાહક હો તો કોઈ વધારે ચાર્જ નહીં લે.સાથે તમેં લીધેલું બિયારણ અને બિલમાં લખેલી વિગત બિલમાં છે કે નહીં તે ચેક કરી ને જ રકમ ચૂકવવી.તમારી કોપીમાં અને દુકાનદારની કોપીમાં સહી વગર દુકાન છોડવી નહીં.તેમજ બિલ તરતજ લઇ લેવું.
ખેતર પર જાઓ ત્યારે પેકીંગ નીચેથી કાપી બિયારણ કાઢો/લો અને એ પેકીંગ તેમજ તમને આપેલું બિલ બેઉ સાચવીને એક અલગ ફાઈલ બનાવી ઘેર ફાઈલ કરો.
રખે ને આપણે લાવેલા બીજમાં ઉગાવાના ટકા ઓછા
હોય કે ઉગે ના તો તમેં આ બિલ,તોડેલા પેકીંગ કે કોથળી અને ખેતરનો દિવેલા વાવણી વાળો ફોટો પાડી ધોરણસર કોલેટી કંટ્રોલર ગુણવતા નિયંત્રણ કચેરી દરેક જીલ્લે હોય છે તેમને લેખિત અરજી.કરો અને તે તમામ ડોક્યુમેન્ટની એક કોપી અવશ્ય રાખવી.જયારે પાક નિષ્ફ્ળ જાય તો તમેં કાયદેસર કંપની સામે કોર્ટમાં જવા સક્ષમ છો.
(આવું દરેક બિયારણ ખરીદતી વખતે ધ્યાન રાખો )
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111887978
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now