.... " ઉત્સાહ હોવો જોઈએ "
જિંદગીનાં હરેક મોડ પર ઉત્સાહ હોવો જોઈએ;
ઉભરતા હર નવાં કોડ પર ઉત્સાહ હોવો જોઈએ;
સુખ દુઃખ છે પડાવ જીવનનાં, એ પસાર થઈ જશે!
તો કાચાં પાક્કાં હર રોડ પર ઉત્સાહ હોવો જોઈએ;
અંધકાર ભરેલી રાત ભલેને હોય લાંબી, તો શું થયું?
પણ ઊગતાં નવલાં પરોઢ પર ઉત્સાહ હોવો જોઈએ;
હાથ ધર દરેક કામ, ઈશ્વર છે સંગાથ સમજી લઈને,
વિશ્વાસનો તેત્રીસ કરોડ પર ઉત્સાહ હોવો જોઈએ;
આત્મા છે અજરામર એ ખોળિયું બદલે જ "વ્યોમ"
ત્યાં સુધી તનનાં હર જોડ પર ઉત્સાહ હોવો જોઈએ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર