હોય શબ્દ તણો સંસાર અદભુત.
હોય અર્થ તણો વિસ્તાર અદભુત.
વલોવાયેલાં ઉરનું એ અમૃત હશે,
પ્રગટે કાવ્ય તણો આકાર અદભુત.
પ્રેરણા ઈશની જ સમજવી ઘટે,
હોય સર્જક તણો વિચાર અદભુત.
લઘુલિપી હશે એ ગાગરે સાગરને,
મળતો ગુણીજનનો 'હ' કાર અદભુત.
પીડા પ્રસૂતિ સમી હશે એના અંતરે,
પ્રાગટ્યે હળવા ઉરે આવકાર અદભુત.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.