.... " તને રાખી છે "
આજ પણ મારા સ્મરણમાં તને રાખી છે;
ના હસું કે ના રડું, પાંપણમાં તને રાખી છે;
રટે છે સતત ફક્ત તારું જ નામ આ દિલ,
ધડકતા હૃદયની હર ધડકનમાં તને રાખી છે;
મારા આ હૃદયને જો હું કહું એક છીપ તો,
બનાવીને મોતી, આવરણમાં તને રાખી છે;
એટલે જ તો રહ્યું છે જીવન મારૂં સુશોભિત,
કારણ કાયમ મુજ આચરણમાં તને રાખી છે;
આમ તો આ હૃદય મારું હતું કોરું એક પુસ્તક,
પછી, પ્રેમના હર એક પ્રકરણમાં તને રાખી છે;
સંગતમાં તારી રહેતો સદા આભાસ રાઘાનો,
શ્યામ બની મન મંદીરીયે દર્પણમાં તને રાખી છે;
ચાંદ સિતારા જેમ ઝગમગતું રહે તમ જીવન,
"વ્યોમ" તણા એ અંજુમનમાં તને રાખી છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર