આપણું ઘર
વરસો બાદ ચાલ્યા છે પગ, જૂના ઘર તરફ,
તાળુ પણ જોઈ ચમકી ઊઠ્યુ,
મન વળ્યું છે આજ યાદો તરફ,
ભાડાના મકાનથી નવા ઘર નો સફર,
ચાલતા જતા પણ થાક્નો ના એહસાસ,
મનમાં ઉભરતો અનેરો ઉલ્લાસ,
એક-એક ઇંટ ના ચણતરમાં,
માતા-પિતાના પસીનાની સુવાસ,
ચાર દીવાલના ચણતરને, કહેવાય ખાલી મકાન,
સુખમાં સમુદ્ર જેવી ગહેરાઈ,
દુઃખમાં પહાડ જેવી અડગતા ને,
એકતાની ભાવના ની મહેક હોય ,
તેને શુશોભિત ઘર કહેવાય,
થોડી મસ્તી ને મીઠો ઝઘડો તો રહેવાનો,
માતા-પિતા, ભાઈ-બહેન છે કુટુંબ નો ખજાનો,
દિવાલો પણ અહી અનુભવતી હાશકારો,
પગ મુક્યો ઘરમાં ને જોયો સન્નાટો,
આંખોના ઝળ ઝળિયામાં સમુદ્ર છલકાયો,
મૌન હું બની ને દીવાલમાંથી અવાજ સંભળાયો,
ઝાંઝરનો ઝણકાર ને ખડખડાટ ક્યાં ખોવાયો
સ્તબ્ધ બની હું શોધુ અવાજ ક્યાંથી આવ્યો
તારા કુટુંબનો હું પણ છું એક પડછાયો,
વેરાન ઘરમાં પપ્પા મમ્મી હું આવી ગઈ,
એ અવાજ નો ગુંજન કયાંક ખોવાણો,
જાય જો સમય અને વ્યક્તિ નો સથવારો,
રહી જાય છે દીવા તળે અંધકારો,
બધુજ છે છતાં નથી મળતો હાશકારો,
સહ-કુટુમ્બમાં ‘તું’ ને ‘હું’ સમાયો,
સમજો તો કુટુંબ છે જીવનનો આધાર,
કુદરતના પ્રકોપ સામે સૌ કોઈ છે નિરાધાર,
"સ્નેહ" ના તાંતણે બંધાઈ ને જીવન જીવી લ્યો,
નથી મળતો અવસર જ્યારે દેહ છોડી દે પ્રાણ,,,,,,