Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો સ્મરી રહ્યો એકધારો, હરિ છૂટે ના સાથ કદી તારો.
મારે હરપળે તારાથી પનારો, હરિ છૂટે ના સાથ કદી તારો.

તારે ભરોસે જીવનનાવ હંકારું છોને ના દેખાતો કિનારો,
અચળ આસ્થા હો ઉપચારો, હરિ છૂટે ના સાથ કદી તારો.

પ્રાણવાયુમાં પરમેશની પ્રાપ્તિ, સૂક્ષ્મ સ્વરુપે હો નજારો,
આવો હરિ ઉરથી આવકારો, હરિ છૂટે ના સાથ કદી તારો.

રંગલાખવત્ હરિ મિલન આપણું કોઈ કાળે ન હોય જુદારો
પ્રાર્થના ગણી લેજે છોને લવારો,હરિ છૂટે ના સાથ કદી તારો.

અંશ અંશીને મળવા જતા આવો હોય સદા દુન્વયી ધારો,
કેમ વિલંબ, શું વાંકગુનો છે મારો? હરિ છૂટે ના સાથ કદી તારો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111885264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now