Gujarati Quote in Poem by Rajshree Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્નેહ મેળાપ

મન હિંડોળે હીંચે આજ ખુશીઓથી,
આંખોની વાચા બની છે હરખઘેલી,

રોશનીની ઝગમગાહટ લાગે છે ફીકીફીકી,
દીઠી આજ તું નાગમણી જેવી તેજસ્વી,

છુપાયા વાદળમાં તારલા ટમટમતા,
રાજ કરે છે અહી તો વીજળીના ચમકારા,

ગર્જનાદ સાથે ગગન કરે આવકારા,
હર્ષનાદ ફેલાયો એંધાણ મળ્યા આવવાનાં,

હવા એ પણ પોતાનો રુખ બદલ્યો,
શણગારવા ધરાને હેતથી આવકાર્યો,

હવે તો છોડી દો રીસામણાં વ્હાલાં,
મોંઘેરા દર્શન માટે બન્યા છે પ્યાસા,

ગગનથી ધરતીની સફર છે ઘણી લાંબી,
તું શું જાણે વાટલડી જોતી ધીરજની કહાની,

પલકારાએ પણ જોઈ છે એટલીજ વાટ,
આંખોને આપી દે હવે બેઘડી આરામ,

કંઠ સુકાયાને નયનો બની છે પ્યાસી,
વરસ તું મન મૂકીને ભીંજાવા હું રાજી,

મીટાવી દે મનમાં છે જે નારાજગી,
“સ્નેહ” મિલન કરી લે આજે બની મનમોજી...

Gujarati Poem by Rajshree Rathod : 111884580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now