" એક યાદગાર સાંજ "
પહેલા વરસાદનો અનુભવ અલગ હતો;
એક છત્રી નીચેનો રોમાંચ અજબ હતો;
હાથમાં હાથ નાખીને, ચાલતાં હતાં મૌન!
આંગળીઓ વચ્ચે વાર્તાલાપ ગજબ હતો;
કદમો પણ મળાવતાં હતાં, તાલથી તાલ!
ઝાંઝર સંગ વર્ષાનો સંગીતમય સંગમ હતો;
આંખોથી આંખો મળતાં, ઢળતી 'તી આંખો!
કામણની સાથે સાથે, શું ખૂબ અદબ હતો;
નિલવર્ણી "વ્યોમ" પછી થઈ ગયું 'તું ગુલાબી,
એક ના ભૂલાય એવી સાંજનો વખત હતો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર