ચાલો સૌ સાથે મળીને આજે હરિને હેત કરીએ.
નમાવી મસ્તક,ઊભય કર જોડી ઊભા રહીએ.
સૌથી મોટા મહાદેવજી એના શરણે સૌ જઈએ,
નાથ ભોળા રીઝે તત્ક્ષણ, કૃપાભાજન એના થઈએ.
યાચવા નહિ પણ આપવા આવ્યા છે સ્વીકારીએ,
પ્રેમપદારથે થઈ પુલકિત, શિવજીને રીઝાવી દઈએ.
હેત હૈયાનાં તમે સ્વીકારોને હરજી માનવજાત છઈએ,
દોષ અમારા વિસારો મહાદેવજી,અમીદ્રષ્ટિને લઈએ.
અમે તમારાં, તમે અમારાં, જુદાં ના કદીએ ગણીએ,
ભક્તિ નિષ્કામ આપો સદાશિવ,સ્મરણે સદા રહીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.