અંધશ્રદ્ધામાં અટવાતા લોકો.
ચમત્કારોથી એ અંજાતા લોકો.
માણસનેય દેવ માની બેસનારા,
કેવાકેવા આખરે ફસાતા લોકો.
ગાડરિયો પ્રવાહ જાણે લાગતો,
ગતાનુગત કેવા અનુસરતા લોકો.
સમસ્યાથી જોઈએ છે મુક્તિ,
એથી જ કેટલા હરખાતા લોકો.
સત્યથી હોય છે જોજન દૂરને,
ટોળાંશાહીમાં ઊભરાતા લોકો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.