Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કામમાં જાણ્યા વિના ઝંપલાવ્યું તો તમારી વાત છે.
દરેક કામમાં નકારમાં માથું ધૂણાવ્યું તો તમારી વાત છે.

એમને એમ સફળતા ન હોય મળવાની કોઈનેય કદી પણ,
ભૂલેચૂકે કિસ્મતનું શરણ તમે સ્વીકાર્યું તો તમારી વાત છે.

સંતાનો મનુના સૌ હોય સરખા સદાને માટે હકીકત છે, કોઈને ઊંચ કે નીચ ભૂલથી ગણાવ્યું તો તમારી વાત છે.

પરમેશ્વર વસે છે પ્રત્યેકમાં જનેજનમાં હોય છે જનાર્દન,
કોઈ રંક-ગરીબને મોટા ભા થૈ ઠૂકરાવ્યું તો તમારી વાત છે.

પહેલા પરમેશ્વર પ્રત્યેક પરિવારમાં એનાં માતાપિતા જ છે,
ખબરદાર! કોઈએ એનું કાળજું કકળાવ્યું તો તમારી વાત છે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111880298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now