હવે તો કરોને કૈંક વિચાર, સાઈઠ પૂરાં થયાં.
લ્યોને હરિ નામનો આધાર, સાઈઠ પૂરાં થયાં.
ખૂબ કરી કસરત તનમનની ધન કમાવા પાછળ,
પુણ્ય કમાવા કરો આચાર, સાઈઠ પૂરાં થયાં.
સિનીઅર થયા, તમારી ગુરુતા નિભાવી જાણો,
સૌને ગમતો કરો વ્યવહાર, સાઈઠ પૂરાં થયાં.
નથી ખબર હજુ કેટલી , જિંદગી બાકી આપણી,
મુખેથી હો પરાવાણી ઉચ્ચાર, સાઈઠ પૂરાં થયાં.
નિવૃત્ત છો તેથી શું ? બનો પ્રવૃત્ત પ્રભુના કામમાં,
સફળ કરોને માનવ અવતાર, સાઈઠ પૂરાં થયાં.
કવિ ' દીપક ' પોરબંદર.