આપે આવકાર આંગણું, ઘરે આવો તો ખરા !
સર્વસ્વ તમને જ હું ગણું, ઘરે આવો તો ખરા !
છે અપેક્ષા નિરંતર હરિવર તવાગમનની હંમેશ,
મળી જાય મને બધુંઘણું, ઘરે આવો તો ખરા !
ચાતકવત્ કરી છે પ્રતિક્ષા અહોરાત પ્રભુજી,
જળસ્વાતિમાં 'હા' ભણું, ઘરે આવો તો ખરા!
નથી ચાહત મારી તુજવિણ કશુંયે પામવાની,
ના કરું દોષોનું હું ઢાંકણું, ઘરે આવો તો ખરા.
અહોભાગ્ય હશે કૃપાનિધિ જ્યાં પગલાં પાડે,
બુઝાય દિલદુગ્ધાનું તાપણું, ઘરે આવો તો ખરા!
- કવિ દીપક. પોરબંદર.