Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ભૂલાવી શકીશ નહીં "


શેર મારી ગઝલના આટલા ધ્યાનથી વાંચીશ નહીં;
આવી ગઈ જો યાદ મારી તો ભૂલાવી શકીશ નહીં;

લખ્યા છે શેર, એક એક તને મહેસૂસ કરતાં કરતાં!
કર્યો એકરાર ગઝલમાં, ચાહત ઠુકરાવી શકીશ નહીં;

જો હોય ગર પ્રેમ તને પણ, તો તુંય કરી લે એકરાર!
પરંતુ, નજરને આમ નમાવીને તડપાવી શકીશ નહીં;

દિલ મહીં જ કોતરાવી રાખ્યું છે એક નામ "વ્યોમ"
કરી જો તું લાખ કોશિશ, પણ ભૂંસાવી શકીશ નહીં;


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111875903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now