મળી આવે…
રેતીમાં દટાયેલું, કોઈ નગર મળી આવે,
વિતી ગયેલું, ભોળું બાળપણ મળી આવે!
વ્યસ્તતા જીવનની, શુન્યાવકાશ સર્જે છે,
નવરાશની પળ, અચાનક મળી આવે!
સ્તબ્ધ નીરવતા ઘણીવાર, અકળાવી દે છે,
કોંન્ક્રિટ નાં જંગલમાં, કોઈ ટહુકો મળી આવે!
ફેસબુક, ટ્વિટર અને વોટ્સેપ નાં યુગમાં,
અજાણ્યો ચહેરો, પડછાયો થઈ મળી આવે!
વિસરાઈ રહ્યાં છે આજ, માનવતાનાં મુલ્યો,
“ચાહત” ની ફોરમ, ઘર ઘરમાં મળી આવે!!
💕ચાહત💕
(Neha Desai, NJ)