આવે છે તારી યાદ, સતાવે દિન રાત,
આમ તડપી તડપી મરવું,બહું કઠિન છે!
સજાવ્યાં હતાં સપના, હતાં કોડ સપનાં પૂરા કરવા,
અચાનક આમ તૂટશે, સ્વીકારવું બહું કઠિન છે!
માંગ્યો હતો ચપટી સિંદુર, માંગમાં સજાવવા,
આપી દીધો કફન એ, સ્વીકારવું બહું કઠિન છે!
રશમો કસમો હતી, સાત ભવ નિભાવવાની,
પળભરમાં છૂટી જશે, સ્વીકારવું બહું કઠિન છે!
ચાલ્યા ગયા પ્રેમ-વચન નિભાવવા બીજે,
આ દદૅ ભર્યું સત્ય, સ્વીકારવું બહું કઠિન છે!
Jigna