Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષો પછી જ્યારે બાળપણના મિત્રો/સખીઓ રીયુનિયન સ્વરૂપે ભેગાં થાય ત્યારે શું વિચારતાં હશે? એક નાનકડો પ્રયાસ એ અનુભવનો જે કદાચ તમામ પડાવે ભેગાં થાય ત્યારે કામ લાગશે.


હતાં અજાણ્યા આપણે સૌ,
અબુધ હતાં પહેલી વાર મળ્યા ત્યારે.
બેસી એકબીજા સાથે આપણે,
બાંધી મૈત્રીની સાંકળ સૌએ.
ન હતો કોઈ કેમેરો કે,
ન હતો કોઈ મોબાઈલ સાથે,
જુઓ ને! તોય છે આપણી
યાદો અકબંધ આજે.
નથી ભૂલ્યા સાથે વિતાવેલ
એક પણ ક્ષણ આપણે.
થયાં દૂર એકબીજાથી વર્ષો પહેલાં,
પણ ભૂલ્યા નહોતાં એકબીજાને.
છીએ સંગાથે આજે એટલે જ આપણે,
નિભાવી રહ્યાં છીએ દોસ્તી આપણે.
પહોંચ્યાં છીએ ઉંમરનાં એ પડાવે સૌ,
તુ કહેનારા ઓછાં થતાં જાય છે અને
તમે કહેનારા વધી રહ્યાં છે.
મિત્રો અને સખીઓ જ છે એવા,
તુ કહીને વ્હાલથી બોલાવે.
ભૂલી જવાય ઉંમરનો પડાવ ત્યારે,
બાળપણના મિત્રો ભેગાં થાય જ્યારે.
સાથે મળી યાદ કરીએ જ્યારે,
બાળપણના એ દિવસો,
લાગે જાણે હજુય છીએ નાનાં બાળ આપણે.
ભેગાં થયાં છીએ જ્યારે વર્ષો પછી,
આવો વધાવીએ દોસ્તી આપણી,
ટકાવી રાખીએ દોસ્તી જીવનભર આપણે.
કરીએ મેસેજ બીજાને કે ન કરીએ,
એક મેસેજ ગ્રુપમાં જરૂરથી કરીએ.
મળે છે ઘણાંય સંબંધો લેતાં જ જન્મ,
એક જ સંબંધ છે એવો દોસ્તીનો,
જે બાંધીએ છીએ આપણે પોતે.
મળતાં રહીએ એકબીજાને,
શક્ય જ્યારે જ્યારે પણ બને,
રાહ ન જોઈએ એવી કે ગોઠવીએ
કોઈ કાર્યક્રમ મિલનનો અને
મળીએ એકબીજાને...
મળતાં રહીશું ઓનલાઈન સદાય,
ભલે ન મળીએ રૂબરૂમાં આપણે.

Miss you friends.

આભાર.

સ્નેહલ જાની

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111872900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now