ચરણની ગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે?
તમારી જ મતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરુરત કુંડળી કે હસ્તરેખા સમજવાની,
એ તમારા વતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરુરત ગ્રહદોષ નિવારણ કરવાની વળી,
વિષયોમાં જ રતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?
નથી જરુરત પાણી પીવડાવવાની વૃક્ષમૂળમાં,
તમારી નિજી નિતી કહેશે તમારું ભાવિ કેવું હશે?
નથી જરુરત વ્રત- જપ -તપ કરીને દેહદમનની,
ધર્મમાં થતી પ્રગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે.
નથી જરુરત કોઈના પદ પખાડી ચરણરજ તણી,
તમારી વાણી વદતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.