કુદરતનો ન્યાય.
કુદરતની કોર્ટ છે અદભુત ન્યાય કેવો તટસ્થ તોળતી.
ના હોય રહેમનજર , લાગવગ સત્યને જ એ આપતી.
કીડીથી કુંજર સુધીના જીવનો હિસાબ કર્માનુસાર છે,
દયા કે દમનથી રહી પરને માત્ર ન્યાયને જ સ્વીકારતી.
નથી ત્યાં ભેદ રંકરાય કે નાતજાતના લેશમાત્ર વિચારે,
સમય લાગે પણ તલેતલની ગણતરી એ કોર્ટ કરતી.
પ્રમાણિકતાના પાયા પર રચાયેલું આ ન્યાયાલય સવાયું,
નથી ભેદભાવ મામકાઃ કે સાવકાના એવી દ્રષ્ટિ ધરતી.
અહીંનું અહીં જ આપીને છોડતી ;મુક્તિ શબ્દ ત્યાં નથી,
ધર્મને પગલે ચાલીને સહજતાથી કર્મફળ સૌને ચૂકવતી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.