સત્યને તું સ્વીકાર ' દીપક '
કદી ન થાતી હાર ' દીપક '
ધૈર્યનું પાથેય રાખ હાથવગું,
અવરોધ આવે હજાર ' દીપક'
ટીકા ટિપ્પણ તો થતાં રહેશે,
છોને જગ કરે પ્રહાર ' દીપક '
હિંમત હરપળ હસ્તગતને,
ના ખોટેખોટું વિચાર ' દીપક '
સહન કરનાર કૈંક પામે જરુર,
જીવન થાય શણગાર ' દીપક '
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.