એમ હથેળીમાં ચાંદ બતાવ્યા ના કરો.
નથી આસાન જીવવું હરખાયા ના કરો.
તમારી જ આદતો બૂરી પછાડશે કદી,
દોષો અવરના સતત ગણાવ્યા ના કરો.
ખબર છે જિંદગી ક્ષણભંગુર આપણી,
તેથી જ તો સમય તમે ગુમાવ્યા ના કરો.
ભૂલી જાઓ ગઈગુજરીને વાગોળવાની,
છે એને સંભાળો વખત વેડફ્યા ના કરો.
' દીપક ' દિલથી કહું છું જો સમજાય કદી,
કાળની કેડીએ પગ કોઈના ખેંચ્યા ના કરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.