શીર્ષક - જીવન "તણું ગણીત"
ગણીત જીવન તણું, મને ન સમજાયું;
કોશિશ કરતાંય, ઘણું મને ન સમજાયું;
એક અને એક મળતાં થાય છે એ બે,
અગીયાર થાય જો એક સાથે એક રહે,
બે કે અગીયાર માં વધું શું? મને ન સમજાયું;
સુખ આવતાં જ થાય માણસ અભિમાની,
દુખમાં માણસ બની જાય છે સ્વાભિમાની,
સુખ દુઃખનું આ.. તે કેવું? મને ન સમજાયું;
પૈસો આવતાં જ રંક માણસ લાગે શાણો,
નાણા જતાં એ માણસ ખટકે જેમ કે કણો,
શું પૈસા વિના છે બધે અંધારું? મને ન સમજાયું;
દુષ્કર્મ કરતું હોય તેમનું હોય છે દુર્ભાગ્ય,
સત્કર્મ કરનારનું હોય છે સદા સુભાગ્ય,
પણ, અહીં સત્ય નું જ ભાગ્ય ફાટલું, મને ન સમજાયું;
કળિયુગના નામે ચડી ખાનારાઓ,
સાંભળો, સત્કર્મથી હટી જાનારાઓ!
"વ્યોમ" સતજુગ તો છે ઢુકડું, તનેય ન સમજાયું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર