Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વ એક રંગભૂમિ , સૌએ પાત્ર ભજવવાનું.
મળ્યો જે રોલ આપણે, સૌએ એ અનુસરવાનું.

હર્ષશોકની વાત ભૂલી, પરિસ્થિતિને પામવાનું,
સતત રહી કર્મયોગીને, કર્મપથ પર ધપવાનું.

સલાહ સૂચના ડાયરેક્ટરના સાંપડે સમયાંતરે,
ગમે કે ખમે તો પણ એની આજ્ઞાને પાળવાનું.

લેપાવું નહીં પાત્રમાં કદીએ એ રીતે વર્તવાનું,
ધાર્યું માલિકનું થાય છે એટલું બસ સમજવાનું.

નાટક આ જિંદગીનું ઈમાનદારીથી નિભાવવાનું,
મનને રાખી મોજમાં મૌનને ધૈર્ય બસ ધરવાનું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111867801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now