જરુર ન પડી મને ક્યારેય રંગમંચની,
શીખવી કલાકારી મને આ દુનિયાએ.
કરતી ગઈ સૌનું કહ્યું જ્યાં સુધી,
હતી હિરોઈન સૌની ત્યાં સુધી.
શરુ કર્યું જ્યાં કરવાનું પોતાનાં મનનું,
બની ગઈ અણગમતી સૌની.
શીખવાડે આ દુનિયા ભાવ સૌ પ્રકારનાં.
શાને જાવું અભિનય કરવા?
આ જીવન જ છે એક નાટક મોટું.