આજે વિશ્વ માતૃભાષા દિવસ એ દરેક ગુજરાતી માટે ૠણ સ્વીકારનો દિવસ પણ છે. જેમણે પોતાની અનુવાદ કળા થકી ગુજરાતી ભાષાને રસવંતી અને વૈચારિક સંવેદનશીલ બનાવી એવાં અનુવાદકોનું હું સ્મરણ કરું છું. આ અનુવાદકોએ વિશ્વમાં અને દેશ કે પ્રાંતમાં બોલાતી અનેક ભાષાઓને ગુજરાતીમાં ઉતારીને પોતાની સર્જનાત્મક શક્તિનું જે બલિદાન આપ્યું છે એ કોઈ વીરના પાળિયાથી ઓછું નથી. અનુવાદ થકી ગુજરાતી ભાષાની રિદ્ધિ સમૃદ્ધિમાં જે ઉમેરણ થયું છે એની સાહિતિક ચર્ચા પણ આજના દિવસનો આનંદ છે..