સાચા સાબિત થવું છે કે સુખી સાબિત થવું છે? મોટાભાગના લોકોને આમાં કોઈ ફરક નજર નહીં આવે કારણ કે આપણો ઈગો આપણને એવું સમજાવે છે કે સાચા હોવામાં જ સુખ છે. વાસ્તવમાં, બંને પરસ્પર અલગ ભાવ છે. ઉદાહરણ તરીકે, સોશ્યલ મીડિયા પર ચડસાચડસી કરતા લોકો પોતે સાચા છે તે બતાવવા કોઈપણ હદ સુધી જાય છે, પરંતુ એમાં છેલ્લે દુઃખી જ થાય છે. પતિ-પત્નીને એવું લાગતું હોય છે કે હું મારી જાતને સાચી (અને સામેની વ્યક્તિને ખોટી) સાબિત કરીશ તો જ સુખી થઈશ. છેવટે એમાં લડાઈ જ થાય છે.

જ્યાં ઇગોની લડાઈ હોય, ત્યાં 5 રીતે સુખી થવાય:
1.જે વાતથી પરસ્પર સમજણ અને લગાવને બળ મળે તેમ ન હોય તેને વ્યક્ત ન કરવી.

2. અકળાયેલા હો, ઉત્તેજિત હો, ઇમોશનલ હો ત્યારે બોલવાનું ટાળવું.

3. સામેની વ્યક્તિને જો એનો કક્કો સાબિત કરવામાં જ રસ હોય તો, એને 'જીતી' જવા દેવી.

4. સામેની વ્યક્તિની અજાણતામાં કોઈ ભૂલ થઈ હોય તો, તેની ઉપેક્ષા કરવી.

5. કોઈ વ્યક્તિ નિર્દોષ ભાવે તમારાથી વિરોધી અભિપ્રાય વ્યક્ત કરે તો, એને જવાબ આપવાની ઈચ્છા જતી કરવી...!!! _@D_

Gujarati Blog by mim Patel : 111860791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now