ભોલેનાથ ની પુંજા કરીએ છીએ
પણ ભોળા લોકોને છેતરી લઈએ છીએ
નીલકંઠે તો ઝેર પીને દુનિયા ઉપર ઉપકાર કર્યો હતો
પણ અમારી તો નજર અને શબ્દોમાં નર્યું ઝેર ટપકે છે
શંકર ભગવાન નો ગુસ્સો તો ક્ષણિક હોય છે
પણ અમે તો વાત વાતમાં ગુસ્સે થઈ જઈએ છીએ
હે ભોળાનાથ, તું તો તારા ભક્તોની તકલીફો દુર કરે છે
પણ અમને તો બીજાને તકલીફ આપવામાં પાશવી આનંદ આવે છે
હે પ્રભુ, તું છું એકદમ સરળ
અને અમે તો દંભી છીએ..
હે પ્રભુ, તારો ખુબ ખુબ આભાર કે અમારા જેવા ભગત (ઠગભગત) ને પણ તું તારા મંદિર મા ઘુસવા દેં છે. 🙏🙏🙏
શિવરાત્રિની શુભકામના 🙏🙏🙏
#priten 'screation#