ભજું નાથ શંભુ,હું છોડી મનનાં ભરમ,
હો નાથ મારા ભોળા, શિવોહમ્ શિવોહમ્,
અજન્મો તું ભોળો, સદા વર દેતો પ્યારો,
હો નાથ મારા વ્હાલા, શિવોહમ્ શિવોહમ્,
અનાદ વેણુ શંકરા, ઉમા નાં પ્રાણ પ્યારા,
હો નાથ નીલકંઠા,શિવોહમ્ શિવોહમ્,
ત્રીનેત્રે અગ્નિ વર્ષા, માથે ચંદ્રમા સરસા,
હો ગંગાધર પ્યારા, શિવોહમ્ શિવોહમ્,
દાનવો પણ રીજાવે, મન માંગ્યા વચનો પાયે,
હો સદા કરુણા વાળા, શિવોહમ્ શિવોહમ્,
ગનું કાર્તિકેય નાં પ્યારા, ઓખાના તારણહારા,
ક્રિષ્ના નાં મોહનને પણ પ્યારા, શિવોહમ્ શિવોહમ્.
B+ve
-Krishna