એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે : જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો . ‘અરે મુકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી, કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો . ક્યાં જવું છે અભિમાન રાખીને ? સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો મજાથી શોખ પૂરાં કરો, ઉમર સામું ના જોવો, વરસાદમાં હડી કાઢી નાવ, જોવાયુ એટલું જોય લો , ફરી લો, કોઈને નડીએ નહીં એટલે ઘણું બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી . થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે , આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે માટે જલસાથી જીવો મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે . બહુજ સુંદર