ધર
ઘર ની પરિભાષા કે વ્યાખ્યા આપણે શું કરશુ?
એક ચાર દિવાલ ના ખોખા ને શું આપણે ઘર કહેશુ?
જવાબ ના જ આવશે સાચું ને,
કારણ ઘર તો ઘર માં રહેતા લોકો થી બને છે.
જ્યાં એ લોકો સાથે મળી જાય ત્યાં ઘર બની જાય
પણ સાચું કેહજો આજ ના આ બદલતા જમાના માં એ ઘર કોનું છે? જે કાગળ ના ટુકડા પર નામ છે એનું કે
જે એ ઘર ને સાચવે છે એનું કે પછી
જે ઘર ની બધી જવાબદારી સાચવે છે એનું?
સવાલ જરા કઠિન છે ને મિત્રો પણ એ
સવાલ ને કઠિન પણ તો આપણે જાતે જ બનાવતા છે
આજે ક્યાં કોઈ એવું કહે જ છે કે આ ઘર આપણું છે મારા પરિવાર નું છે તમે પણ કયારેક તો ઘર માટે ના
આ શબ્દો સાંભળ્યા જ હશે?