ટોળું જોઈને એ ચિંતામાં પડ્યો,
જરુંર કોઈ બનાવ બન્યો હશે,
નજદીક પહોચ્યો એ ટોળાં વચ્ચે,
બધાંનાં ચેહરાઓ તો હસ્તા હતાં,
એક બાળ ચહેરો બીજાને હસાવતો હતો,
પણ જાતે છાનોમાનો રડતો હતો,
નાનો હતો બાળ ઘણો એ ટોળાં વચ્ચે,
મોટાં મોટાં ખેલ જાતે કરી બતાવતો હતો,
એક ભુખ માટે તે બીજાને હસાવતો હતો,
જીંદગીએ કર્યા બધાં સાથે મોટાં ખેલ,
કોઈને આપ્યું ઓછું, તો કોઈને વધારે,
તોય પીડાતાં બંધાય એ જીંદગીની વચ્ચે,
ટોળું જોઈને એ ચિંતામાં પડ્યો,
સાચું શું અને ખોટું શું, જીવન આજે કયાં ?
જે આજે સાચો આનંદ આપતો એ જ બાળ...
મનોજ નાવડીયા