ચાલતો રહું આ જીંદગીના સફરમાં,
રસ્તો ભટકાવે અહીંયાં અને ત્યાં,
મંજીલ તો ઘણે દૂર રહી,
રાહી મળે જો કોઈ રસ્તે,
તો ચીંધે રાહ જોડે રહી,
કરજદાર રહું એ રાહીનો,
માંગું બસ એક ઈશ્વર પાસે,
કે મંજીલ મળે એ રાહીને જલ્દી,
કારણ ના પુછ, તે પણ એકલો રાહી,
શોધતો ફરે કઠીન એ રસ્તો, જાતે બની રાહી..
મનોજ નાવડીયા