હોય ઘુઘવતો દરિયો મહીં,
અને આંખો સાવ કોરી મળે!
ઝાંઝવા ય પાણી ગણી પી ગયો,
અને તરસ હજુંય ઠેરની ઠેર મળે!
‘ના કોઈની યે વાટ….’ કહી ક્ષિતિજે નજરો ઠરે,
ને છેક સુધી આંખોમાં આકાશ ટળવળતું મળે!
શબ્દોમાં ઠાલવ્યું એ હતો ઉપરછલ્લો ઉકળાટ,
ને ભીતરે હજુંય એ જ ધખધખતું એકાંત મળે!
-નીલકંઠ