‘‘ઘણા લોકો તો એવા હોય છે કે જે લોકો સામે પોતાને બહુ સારી રીતે રજુ કરતા હોય છે જેથી લોકોને એમ લાગે કે આ તો બહુ જ સારા છે. જયારે તેઓ અંદરથી તો બહુ જ કાટીલા અને દૂષિત વિચારોવાળા હોય છે અને તેવા જ લોકો બધાને ગમતા હોય છે. પણ સમય-સમયનું કામ કરતું હોય છે...... દેખાડો ને સ્વભાવ બહુ લાંબા સમય સુધી ટકે નહી. તમારો અસલી ચેહરો તો બધાની સામે આવી જ જતો હોય છે. એટલે જ ભગવાને જેવા બનાવ્યા છે ને જેવો સ્વભાવ આપ્યો છે તેવા જ રહો. અસલમાં ડબલ રોલ નિભાવશો તો કોઇ તમને એવોર્ડ કે પૈસા નથી આપી દેવાનું અને જો કદાચ............ ડબલ રોલ કરવો હોય તો પોતાની કલાનું પ્રદર્શન ફિલ્મોમાં કરો......
- પાયલ ચાવડા પાલોદરા