પ્રણયના પારખાં!
પારખાં દરેક વસ્તુના થાય છે અહિં,
હોય જો પારખાં સંબંધોના,
તો કદાચ જીતી જવાય,
પણ આ પ્રણયનાં પારખાં છે,
અને એને જીતવું કઈ રીતથી?
એ ક્યાં કોઈ કહે છે,
બસ આમ જ હોમાતા જવાનું છે પ્રણયના પારખાંમાં,
આ પારખાં પ્રણયના લેવાય છે વિવિધ લોકો થકી,
હોય છે બંને પાત્રો આ પ્રણયનાં દરિયામાં સાહસ ખેડવા માટે,
તેમ છતાં લડવું પડે છે પોતાના લોકો સામે,
જ્યારે લેવાતી હોય છે પરીક્ષા પ્રેમની,
હોય છે સંમતિ બંને ગમતા પાત્રોની,
તો પછી કેમ પરખાય છે તેમના પ્રેમને,
આખરે પ્રેમલગ્નની વાત આવે ત્યારે,
પોતાના લોકો અવિશ્વાસુ અને નિષ્ઠુર કેમ થઈ જતા હોય છે?
સરળ થઈ જતી હોય છે આ પ્રેમની પરીક્ષા,
જેમના માવતર હોય છે એમના સંતાનોના પક્ષમાં,
અને પેપર અઘરું નીકળે છે એ પ્રેમીબંધુનુ,
જેમના માવતર પારખાં પ્રણયના લેતા હોય છે,
પ્રેમ સાચો હોવા છતાં પણ,
એ પ્રેમીપંખીડાને હારી જવું પડતું હોય છે,
પોતાના મા-બાપની ખુશી માટે,
સમાજમાં તેમના શાખ બચાવવી રાખવા માટે,
આખરે આ પ્રણયનાં પારખાંમાં,
પોતાના જ લોકો કેમ પોતાના લોકો સાથે અન્યાય કરી બેસે છે?
મૈત્રી બારભૈયા