...#...સનાતન જ્ઞાન અને આજનું વિજ્ઞાન...#...

સૌ પરિજનોને જય ભોળાનાથ ...
કેમ છો બધાં? સુખમાં તો છો ને???

સૌ પ્રથમ સૌને નવા વર્ષના રામ-રામ...
આવનાર વર્ષ સુખ-સમૃદ્ધિ અને શાંતીમય હો
એવી મહાદેવને પ્રાર્થના..🙏🙏🙏

ચાલો આજે આપું નવા વર્ષનું પુરાતન જ્ઞાન...
આજે વાત કરીયે આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મ,સુકન ના નામે આપણા ઋષિ મુનિઓ દ્વારા આપણા જીવનમાં પરંપરાઓ રુપે વણી દેવામાં આવેલ એક ગુણકારી અને આરોગ્યપ્રદ પરંપરા વિશે...
એટલે કે,"બેસતા વર્ષના પહેલા દિવસે સુકન ના રુપે આરોગવામાં આવતા "લીલી ચોળી"ની ફળીના શાક વિશે..
ચોળી ને સૌ ચોરા-ચવલી-લોબિયા વગેરે નામોથી ઓળખે છે.
નવા વર્ષના પહેલા દિવસે લીલીચોળીનું શાક ખાવાની પરંપરા છે. કહેવાય છે કે,પ્રથમ મુહૂર્તમાં લીલી ચોળીનું શાક ખાવામાં આવે એ ખૂબ જ સુકનવંતુ ગણાય છે. આખું વરસ લીલી ચોળીની જેમ હરિયાળું બની જાય છે.
તો આ થઇ પરંપરા....

# હવે જાણીએ આ પરંપરા પાછડનો આશય...
અને શાક બનાવવાની રીત વિશે...

દિવાળી એટલે આર્યાવર્ત(ભારત) ખંડનો ચોમાસું સત્રનો છેલ્લો દિવસ. ત્યાર બાદ શરુ થાય છે શિયાળું સત્રના ચાર માસ. હવે મોસમ બદલાય એટલે માનવ શરીરને એકદમથી આ બદલાવ માફક આવતો નથી. પરિણામ આ મનુષ્ય દેહને સ્વરુપ શરદી-ઉધરસ અને જીર્ણ જ્વર(ઝીણો તાવ) રુપી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તદુપરાંત શિતકાળ દરમિયાન ખૂબ વધારે ભૂખ લાગે છે.
હવે માનવ શરીરને આ બધી સમસ્યાઓનો ભોગ ના બનવું પડે,એટલા માટે પૂર્વતૈયારીના પગલાં રુપે આપણા ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદની મદદથી સર્વોત્તમ ઉપાય શોધવામાં આવ્યો એ છે,"લીલી ચોળીનું પાન સહિત ફળીના બાફલાનું શાક".
# માટીના દોણામાં બે ગ્લાસ પાણી,સમારેલી લીલીચોળીના પાન તથા ફળી, અડધી ચમચી સિંધવ લૂણ (લાલ મીંઠુ),૫-૭ મીઠા લીમડાના પાન (કળીપત્તું), લીલું મરચું નાખીને સારી રીતે બાફી લેવું. અને આનું સેવન કરવું.

# આ સમયગાળામાં લીલીચોળીના છોડ ભરપૂર માત્રામાં મળી રહે છે.અને આ છોડના પાન તથા ફળીમાં એટલા બધા પોષક તત્વ રહેલા છે કે,આના બાફલાનું શાક ખાનારને આવનાર શિતકાળ લક્ષી કોઇ જાતની બિમારીની અસર થતી નથી. કારણ કે એનું શરીર પહેંલાથી જ એનો સામનો કરવા માટે આંતરીક રીતે સક્ષમ બની ગયું હોય છે.
આજની ભાષામાં કહું તો,"લાઇક એન્ટિવાયરસ" જેવું.
*આમાં રહેલું "ડાયટરી ફાયબર"શિયાળુ ભૂખને નિયંત્રણમાં રાખે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે.
*આમાં રહેલું "વિટામિન બી ૧"(થાયમીન) માનવ હ્રદયનું વિવિધ તકલીફોથી રક્ષણ કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને 💝હૈયાને સ્વસ્થ રાખે છે.
*આમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી બિનજરૂરી કચરો(ટોક્ષિન)દૂર કરે છે.
*આમાં રહેલ "ટ્રિપ્ટોફેન"નામનું તત્વ શરીરને પૂરતી નિંદ્રા અને આરામ આપવામાં મદદ કરે છે.
*આમાં રહેલ વિટામિન એ,સી અને પ્રોટિનની ભરપૂર માત્રા ચામડીને ચૂસ્ત બનાવે છે અને સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણો સામે રક્ષણ આપે છે તથા વધતી ઉંમરની અસર ચહેરા પર વર્તાતી નથી.
* સૌથી વિષેશ ચોળીનું "ગ્લાયસિમિક ઇન્ડેક્ષ"(G.I.) ફક્ત ૩૮ છે.જે રક્તમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ધીમે વધારો કરે છે. જે મધુપ્રમેહ(ડાયાબિટીસ)ને સંપૂર્ણ નિયંત્રણમાં રાખે છે.
આમ ચોળીના બાફલાનું શાક ખાનારનું સ્વાસ્થ સંપૂર્ણ રીતે ઉત્તમ રહે છે.

આપણા ઋષિ મુનિઓની દિર્ઘદ્રષ્ટિ તો જુવો, કે,"રોગ આવે ત્યારબાદ એનો ઉપચાર કરો ત્યાં સુધીમાં તો શરીર ઘણું કમજોર બની જાય,એના કરતાં તો સૌથી ઉત્તમ કે રોગ શરીરમાં આવે જ નહીં એવી તૈયારી રાખવી"...
આ છે આપણું આયુર્વેદ...
જે કહે છે કે,"પહેલું સુખ તે જાતે નર્યા",

પણ આ ઋષિ મુનિઓને આમ ગોળ ગોળ ફેરવવાની શું જરુર હતી?
સીધું કહી દેતા,કે આમ કરો તો આ તકલીફ ન થાય.
તો એની પાછડનુંય એક સચોટ કારણ છે," કે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે છે સીધું પણ ચાલે આડું બાકી સૃષ્ટીના તમામ પ્રાણી છે આડા પણ ચાલે સીધા છે. કુદરતના નિયમોને આધિન થઇ એના નિયમાનુસાર જ.
સો કબૂતરોના ઝૂંડમાં ક્યારેય જોયું છે કે એક કબૂતર બર્ગર જેવું અને એક કબૂતર ફિન્ગરચિપ્સ જેવું? ના ને? બધા એક જ સરખા.
તો એ તો કોઇ જીમમાં નથી જતાં, કે નથી જમીને ક્યાંય નાઇટ વોક કરવા જતા. તેમ છતાંય દરેકનો બાંધો(શરીર) એક સરખો...?
હા, કારણ કે એ કુદરતના નિયમોનું પાલન કરે છે,પ્રકૃતિ વિરુદ્ધ નથી જતા.
- સૂર્યોદય પહેંલા બ્રમ્હમુહૂર્તમાં જાગી જવું.
- સૂર્યાસ્ત થતાં જ માળામાં જઇ જપી જવું
- બેસીને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું.
- શરીરને અનુકૂળ જ આહાર લેવો.
- આનંદમાં કે શોકમાં કિલ્લોલ કરતા રહેવું.
- બચ્ચું ઉડતું થાય એટલે એને એની રાહે મૂકી દેવું.(કોઇપણ જાતનો મોહ ન રાખવો)
- પ્રતિકૂળ સ્થાનનો ત્યાગ કરવો.(કુસંગ)
- એક આંખ ખુલ્લી રાખી સૂવું.(સજાગ નિંદ્રાલેવી)

બસ આ બધું આચરણ કરવું આવનાર પેઢી માટે કપરું થઇ જવાનું છે, એ વાત આપણા ઋષિ મુનિઓ બખૂબી જાણતા હતા. તેમ છતાંય લોકો આનું પાલન કરે, એટલે આવા બધા કાર્યોને ધર્મ અને પરંપરા સાથે વણી સમાજ સમક્ષ મૂકી દીધું. જેથી અમુક શુકન સમજીને અપશુકનની બીકે ,અમુક ધર્મ સમજીને ઇશ્વરની બીકે તો અમુક ઉત્તમ સ્વાસ્થ માટે આ બધાનું અનુસરણ કરે,ટૂંકમાં જેમ કરે એમ બસ આનું પાલન કરે અને નિરોગી રહે. આ મૂળ આશય હતો.

તો બસ આપ સૌ પણ આવનાર વર્ષમાં સ્વસ્થ રહો,નિરોગી રહો એવી શુભકામનાઓ સાથે
સૌને નવા વર્ષના જય ભોળાનાથ...

હર હર મહાદેવ... હર...🙏🙏🙏

Gujarati Blog by Kamlesh : 111840098
Sonalpatadia Soni 1 year ago

આવી જ જ્ઞાનવર્ધક માહિતી આપતી રહેવી..ઘણું જાણવા મળે..આભાર આટલી સરસ જાણકારી બદલ.🙏

Kamlesh 1 year ago

ખુબ ખુબ ધન્યવાદ...!!!

Nidhi_Nanhi_Kalam_ 1 year ago

Vah so.. knowledgeable👌🏻👌🏻👌🏻

Tr. Mrs. Snehal Jani 1 year ago

સરસ માહિતી

Ghanshyam Patel 1 year ago

🙏 Happy New Year 🙏

Anurag Basu 1 year ago

સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર....કમલેશ ભાઈ.🙏

Kamlesh 1 year ago

ખુબ ખુબ ધન્યવાદ વ્હાલા... હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત... આપ કહો... કેમ છો? સુખમાં તો છો ને???

Devesh Sony 1 year ago

Khooob Saras Jankari bhai... 👌 Kem cho....

Falguni Dost 2 year ago

વાહ.. ખુબ સરસ માહીતી..✍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now