#ઘર
એમ કહેવાય છે કે જ્યારે મડદાને સ્મશાને લઈ જતા હોય ત્યારે જેમ જેમ સ્મશાન નજીક પહોંચીએ તેમ તેમ એનો ભાર ( વજન ) વધતો થાય છે.લોકો કહે છે કે આનો મતલબ એમ થાય કે લાશને હજી આ સંસાર માં રહેવું છે ભડથું નથી થવું.કંઇક આવીજ પરિસ્થિતિ જન્મે છે જ્યારે માણસ આખો દિવસ કામ કરી ને ઘર તરફ વિરામ લેવા માટે નીકળે .ગમે એટલો લાંબો રસ્તો હોય પણ જેમ જેમ ઘર નજીક આવતું જાય એમ શરીર માં કૈક અલગ ધ્રુજારી ઊભી થવા લાગે છે એક અલગ આનંદ ,થાક માં અચાનક આવતો ઉભરો એને ઘરની ચાર દીવાલો અને પરિવાર સાથે મળવાની ખુશી સાથે ઘમસાણ જોવા મળે .આ જિંદગી બસ આવીજ છે દરેક માટે .આ લાગણી સાથે એ દરરોજ જીવે મરે છે.
-Pradip Bakraniya