સ્વપ્ન/ દિવાસ્વપ્ન

જાગૃતિ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાઓ દેહની છે.હંમેશા
ઈન્દ્રિયને જગતમાં અનુભૂતિ જાગૃત અવસ્થામાં થાય છે.
સુષુપ્તિમાં તો દેહમાં ચેતના ભલે હોય ,પણ એ સુધ-બુધ માં હોતો નથી. જીવાત્માને વિશ્રામની અવસ્થામાં ફક્ત
ગહન ઊંઘમાં તમસ ગુણને આશ્રિત થતા આરામ ફરમાવે છે.

પરંતુ જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાની વચ્ચે એક સ્વપ્ન જેવી અવસ્થા હોય છે.એમા ના તો પુરી જાગૃતિ છે,ના તો પુરી બેભાન હાલતમાં છે. એ અર્ધચેતનાની અવસ્થા છે.
મન તો એક જ છે . પરંતુ એના કર્મો પ્રમાણે અલગ અલગ
નામ છે, ચેતન મન, અર્ધચેતન, મનની અવસ્થાઓ પણ
હોય છે. ક્ષિપ્ત , વિક્ષિપ્ત મૂઢ, વગરે.. આપણે તો મનમાં
સ્વપ્ન આવે છે,એ સ્વાભાવિક છે. અને કેમ આવે છે?
એ જાણવું જોઈએ.

દરેક માણસમાં કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે.કંઈક
બનવું, પામવું થવું હોય છે.ઘણીવાર એ અશક્ય જેવું પણ હોય છે. દેશ કાળ સમયથી વિપરીત પણ હોય છે. છતાંયે
ઈશ્વરની અનુકંપાના કારણે સ્વપ્નમાં તમારી અધૂરી ઇચ્છા ઓની તૃપ્તિના પ્રસંગો બને છે.તમને સંતુષ્ટિ થાય છે.અને
સ્વપ્ન પૂરું થઈ જાય છે.

ઘણીવાર એવા સ્વપ્ન આવેછે જેની તમે કલ્પના પણ કરી ના હતી. અરે! કોઈ અલગ પ્રદેશમાં ચાલ્યા જવું, નવા નવા લોકો વાતાવરણ નવી રીતભાત અને સંસ્કૃતિનો અનુભવ પણ થાય છે.એ તમારા સંસ્કારો ના કારણવશ થાય છે. અનંત જન્મોના સંસ્કાર ચિતમાં ‌પડ્યા છે. ઘણીવાર એક જ પ્રકારના સ્વપ્ન આવેછે,એ ક્રિયા થાય છે
અને સ્વપ્ન ટુટી જાય છે.

સ્વપ્ન સૃષ્ટિ એ ગજબની સૃષ્ટિ છે. સ્વપ્ન ઉપરથી જ્યોતિષમાં ફળાદેશની પણ પધ્ધતિ છે. સ્વપ્ન સારા, નરસા , બિહામણા ,રંગીન મિજાજી અને એક અજીબ સૃષ્ટિ જે તમારી કલ્પનાની બહાર છે.એવા પણ દિવ્ય સ્વપ્ન આવે છે. ઘણીવાર સ્વપ્ન દ્વારા નિર્દેશ પણ મળે છે.
ઘણીવાર વાર સ્વપ્નમાં તમારા કોયડા કે પ્રશ્નોના પણ
સમાધાન મળતા રહે છે.

સ્વપ્ન સૃષ્ટિ એ ઈશ્વરની કૃપા છે. એમાં તમારી જિંદગી માટે ઘણું સમાધાન અને રસ્તો મળે છે. સ્વપ્ન માણસને હળવો બનાવી દે છે. અમુક સ્વપ્ન ભયંકર પણ હોય છે.
આખરે સ્વપ્ન સૃષ્ટિનાં રચયિતા તમે સ્વયં છો.એ વાત ભુલવી જોઈએ નહીં.ખરેખર સ્વપ્નશીલ ‌હોવુ એ ઈશ્વરની કૃપા અથવા વરદાન છે.

દિવસે આવતું સ્વપ્ન અથવા મનો રાજ, કે મનની કલ્પના ને આપણે દિવાસ્વપ્ન કહીએ છીએ. માણસને ઈશ્વરે એક
અતિ ઉત્તમ સાધન મન આપ્યું છે. એ દિવ્ય છે.મનની શક્તિ અગાધ છે.એ મનને અંત:કરણ પણ કહ્યું છે.

મન એટલે સંકલ્પ વિકલ્પ કરવામાં આવતી શક્તિ અથવા વિચાર શક્તિ. મન એ જ નિર્ણય કરવામાં આવતી તાર્કિક શક્તિ એટલે બુધ્ધિ છે. ચિત્ત માં રહેલા સંસ્કાર દ્વારા
સ્પંદનો અને વિચારો ઉત્પન્ન કરનાર ચિત પણ મન છે.
આને દેહ અભિમાન ધ્વારા ઈન્દ્રિયો સાથે જોડાયેલી શક્તિ હું જીવ ભાવ કે અહંકાર પણ મન જ છે.

આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ને અંત:કરણ કહેવાય છે.માનવીને ઈશ્વરે કર્મ કરવાની સ્વંત્રતા સાથે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ આપી છે.તેથી તે જાત જાતના
મનોરથો કરેછે. અને એ પૂર્ણ કરવામાં આખી જિંદગીની
બાજી લગાવી દે છે.કલ્પનાના ઘોડા પર સવાર થઈને એ
ઊડાન ભરે છે. પોતાના દિવાસ્વપ્નને સાકાર કરવા મરણિયો પ્રયાસ આદરે છે.

Gujarati Quotes by મોહનભાઈ આનંદ : 111838807
Vasur Ahir 1 year ago

ખૂબ સરસ જય શ્રીકૃષ્ણ

SUNIL ANJARIA 1 year ago

વાહ. ખૂબ સરસ પોસ્ટ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now