ચાલ ને આજ ઉજવીએ બાળપણ!!
તું યુનિફોર્મ પહેરી ને આવ
હું પણ યુનિફોર્મ પહેરી ને આવું
ચાલ ને ઉજવીએ બાળપણ
કાલે હું પોપિન્સ લાવીશ
તું લાવજે જેમ્સ
કોઈ લાવશે લીલી વરીયાળી
ચાલ ઉજવીએ બાળપણ
નાસ્તામાં હું ખાખરા લાવીશ
અને તારા સેવ મમરા
કરીશું આપણે ઉજાણી
ચાલ ને ઉજવીએ બાળપણ
તને હું નીરખતો અને
તારી ત્રાંસી નજરે પકડાઈ જતો
હું છોભીલો પડતો
ચાલ ને ઉજવીએ બાળપણ
ઘરે લેશન ના કર્યું
બીજે દિવસે શિક્ષકે ફટકાર્યો
ત્યારે તે હસવું દબાવ્યું
ચાલ ને ઉજવીએ બાળપણ
સાંજે રમ્યા ક્રિકેટ
જમ્યા પછી રમ્યા થપ્પો
અને અંતાક્ષરી પણ
ચાલ ને ઉજવીએ બાળપણ
રીઝલ્ટ નો દિવસ આવ્યો
તારો આવ્યો પહેલો નંબર
હું થયો પાસ માંડ માંડ
દિલાસો આપ્યો મિત્રોએ
ચાલ ને ઉજવીએ બાળપણ
નિષ્ફિકરાઈ કહો કે બેફિકરાઈ
લાવીએ એ આનંદ ઉત્સાહ અને ભોળપણ
ચાલ ને આજે ઉજવીએ બાળપણ!!!
------- બૈજુ