નીકળ્યો હતો ઢગલો લાગણીઓ લઈ હું દુનિયાના બજારમાં માત્ર એક શરતે આપવા કે સાચવીને રાખવી
તો કોઈએ સાચવીને રાખી લીધી ,
તો કોઈ સંભાળી પણ ના શક્યું
કોઈએ હૃદયમાં સ્થાન આપ્યું
તો કોઈ સાચવી પણ ના શક્યું ને ઢોળી નાખી
કોઈ એ ગંગા નું પાણી સમજી માથે ચઢાવ્યું,
તો કોઈ એ માત્ર વહેતું પાણી માની ને જવા દીધું
કોઈ એ લાગણી મળ્યાની ખુશી મનાવી
તો કોઈ એ પામ્યા પછી કદર પણ ના કરી...
-Mamta _મન્નત