અહિંસા એટલે હિંસા ન કરવી તે.
હિંસા ફક્ત મારવા કે કતલ કરવાથી જ નથી થતી.
પણ કટુ વચન બોલવા , કોઈનું ખરાબ થાય તેવી ઈચ્છા રાખવી, જાણી જોઈને કોઈનું દિલ દુભાવવું, કપટ્યુકત મૌન રાખવું.આ બધા હિંસાના જ પ્રકારો છે.ભલે દુનિયાની કોર્ટમાં દેખાતી હિંસા માટે જ સજા થાય છે.પણ બાકીની કરેલી હિંસાનો હિસાબ કર્મોના હિસાબ માં થાય છે.જેનો ભલે મોડો તો મોડો પણ ન્યાય જરૂર થાય છે.માટે વાણી,વર્તન દ્વારા પણ હિંસા ન થાય તેની તકેદારી રાખવી.
-Dharmista Mehta